ટંકારા બન્યું અવધનગરી : ભગવાન શ્રી રામના જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

- text


સમગ્ર નગરમાં ઉજવણીનો ઉત્સાહ સાતમા આસમાને : શોભાયાત્રામાં ભાવિકોની મેદની ઉમટી પડી, જય શ્રી રામના નારાથી આભ ગુંજી ઉઠ્યું

ટંકારા : ટંકારામા ભગવાન શ્રીરામ જન્મોત્સવની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામા આવી હતી. સમગ્ર નગરને અગાઉથી જ ધ્વજા પતાકા, બેનર અને રોશનીથી શણગારી અયોધ્યા નગરીમા પરીવર્તિત કરી દેવાયું હતુ. હિંદુ ધર્મના તમામ લોકો એક નેજા હેઠળ એકઠા થઈ વિશાળ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર યોજી હતી.જે પૂર્ણ થયા બાદ બપોરે મહાઆરતી અને રાજભોગ દર્શનને અંતે શોભાયાત્રામા જોડાયેલ ધર્માનુરાગીઓએ સમૂહ મહાપ્રસાદનો લાભ લીધો હતો. ત્રણ હાટડી ખાતે રંગોળી બનાવી વધામણાં કરવામાં આવ્યા હતા.

ટંકારામા સતત બીજા વર્ષે ૩૦મી માર્ચે ગુરૂવારે દશરથનંદન ભગવાન શ્રી રામ જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામા આવી હતી. ભગવાન શ્રી રામના જન્મ દિવસને ભવ્ય રીતે ઉજવવા માટે હિંદુ સમાજના અગ્રણીઓ અને ધાર્મિક લોકોની બેઠક મળી હતી.અને ઉજવણી કરવાનુ જાહેર થતા જ લોકોમા સ્વયંભૂ ઉત્સવ ઉજવવાનો હરખ જોવા મળતો હતો. શહેરને ધ્વજા પતાકા લહેરાવી બજારો મુખ્ય માર્ગો ઉપર શ્રીરામ ભગવાનના બેનરો લગાવી લોકોએ જાતે સુશોભિત કરવામા આવ્યા હતા. ટંકારામાં અયોધ્યા નગરી જેવો માહોલ ઉભો કરી દેવાયો હતો. સવારે શ્રીરામના જયઘોષ સાથે ભવ્ય શોભાયાત્રા શહેરના હાઈવે કાંઠે આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીથી પ્રારંભ કરવામાં આવી હતી. જે નગરના દેરીનાકા રોડ, દયાનંદ ચોક, મેઈન બજાર, ત્રણ હાટડી, આર્ય સમાજ થી ઉગમણા દરવાજા, ઘેટીયાવાસ, જૈન દેરાસર રોડ થી શહેર મુખ્ય રાજમાર્ગો પરથી શહેર મધ્યે બિરાજતા ગ્રામ દેવ લક્ષ્મિનારાયણ મંદિરે સમાપન કરાયુ હતુ. બાદમા, કૌશલ્યા નંદન ભગવાન શ્રી રામજીના જન્મોત્સવની ઉજવણી મંદિરમા કરાયા બાદ મહાઆરતી, રાજભોગ દર્શન અને અંતે, ઉપસ્થિત તમામ ધર્માનુરાગી ભાવિકોએ સમૂહ મહાપ્રસાદનો લાભ લઈ ધાર્મિક ઉત્સવ સમાપન કરાયો હતો.

- text

શોભાયાત્રામા ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ટંકારા આર્ય સમાજ ત્રણ હાટડીના આર્યવીર દળ અને આર્ય વિરાંગના ઉત્સાહ સાથે જોડાયા હતા. મહાલયના બાલબ્રહ્મચારી અને આચાર્ય, ટંકારા ધારાસભ્ય રાજકીય અગ્રણીઓ સામાજિક કાર્યકરો અને મોટી સંખ્યામાં વેપારીઓ સ્વયંભૂ ધંધા રોજગાર બંધ રાખી હજારોની સંખ્યામા જોડાયા હતા. શોભાયાત્રા રૂટમા ઠંડાપીણા, સરબત સહિત વ્યવસ્થા ધર્મ પ્રેમી દિલેર દાતાઓ દ્વારા કરવામાં આવી હતી. રામજીકી સવારી મચ્છોમાં મિત્ર મંડળ દ્વારા તૈયાર કરવામાં આવી હતી .

- text