તો… આહીર સમાજ વવાણીયાથી જૂનાગઢ સુધી રેલી યોજશે…

- text


એસઆરપી જવાનના અપમૃત્યુમાં જવાબદારો સામે ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવા કરી માંગ : એસઆરપી જવાનના અપમૃત્યુ મામલે મોરબીમા આહીર સમાજની મિટિંગ યોજાઈ

મોરબી : જૂનાગઢમાં એસઆરપી જવાનના આપઘાત મામલે મોરબીમા આહીર સમાજની મિટિંગ યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢી એસઆરપી જવાનના અપમૃત્યુ મામલે જવાબદારો સામે ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવા કરી માંગ કરી હતી. નહિતર માળિયાના વવાણીયા ગામેથી જૂનાગઢ સુધી રેલી કાઢવાની ચીમકી આપી છે.

મૂળ માળીયા તાલુકાના મેઘપર ગામના વતની એસઆરપી જવાન બ્રિજેશભાઈ ગોવિંદભાઈ લાવડીયા જૂનાગઢ ખાતે પીટીસીમાં ફરજ બજાવતા હતા તે દરમિયાન તેમને આત્મ હત્યા કરી હોવાનું કહેવાય છે. પણ તેમના પરિવારજનોએ એસઆરપી જવાનનું મર્ડર થયું હોવાનું અને મરવા મજબુર કર્યો હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો હતો અને જૂનાગઢ પોલીસે આ બનાવની ફરિયાદ પણ ન નોંધીને બનાવ ઉપર ઢાકપીછોડો કરવાનો હીન પ્રયાસ કર્યાનો પણ આરોપ લગાવ્યો હતો.સમાજના આ જવાનને ન્યાય અપાવવા માટે આજે મોરબી માળીયા હાઇવે પર આવેલ ટ્રક ટ્રાન્સપોર્ટની ઓફીસ ખાતે આહીર સમાજની મીટીંગ મળી હતી. આ મિટિંગમાં આહીર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મૃતક પરિવારજનો અને સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, એસઆરપી જવાન બ્રિજેશભાઈ ગોવિંદભાઈ લાવડીયાની ડેડબોડી મળી આવતા તેમણે પીએમ કરાવ્યું હતું. જેમાં મૃતકને ધોકાથી ઢોર માર માર્યા હોવાનું પીએમ રિપોર્ટમાં બહાર આવ્યું હતું. આથી તેમના પરિવારજનોએ જૂનાગઢ પોલીસે માર માર્યો હોય તેનું મર્ડર થયું હોવાનું તેમજ મરવા મજુબર કર્યા હોવાનું જણાવ્યું હતું. મૃતકના પુત્રએ ઉમર્યું હતું કે, આ ઘટના બની તે અગાઉ તેમના પિતાએ ફોન કરીને કહ્યું હતું કે, મેં કઈ કર્યું નથી, મારો કશો જ વાંક ગુનો નથી. જૂનાગઢના ડીવાયએસપી અને પીએસઆઇએ તેમને ખોટી રીતે ફસાવી દીધા છે. મારો કોઈ વાંક નથી.મને માફ કરજો તેમ કહીને મારા પિતાએ ફોન કટ કરી દીધો હતો. બાદમાં પુત્ર તેમના પરિવાજનો સાથે શોધવા નીકળ્યા હતા પણ પિતાની લાશ જ મળી આવી હતી.આથી મીટીંગમાં ઉપસ્થિત લોકોએ મૃતક બ્રિજેશભાઈના મોત મામલે તમામ જવાબદારો સામે ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવા કરી માંગ કરી હતી. નહિતર માળિયાના વવાણીયા ગામેથી જૂનાગઢ સુધી રેલી કાઢવાની આપી ચીમકી આપી હતી.

- text

- text