મોરબી જિલ્લામાં આજે નવા 23 કેસ, એક્ટિવ કેસ 143 થયા

- text


મોરબી ગ્રામ્યમાં 11 કેસ, મોરબી શહેરમાં 7 કેસ, વાંકાનેર શહેરમાં 1 કેસ, ટંકારા ગ્રામ્ય અને માળિયા ગ્રામ્યમાં 2-2 કેસ

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસો હવે અટકવાનું નામ લેતા નથી. જિલ્લામાં આજે ફરી નવા 23 કેસ નોંધાયા છે. સામે એક્ટિવ કેસ થોડા જ દિવસોમાં છેક 143એ પહોંચી ગયા છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે 1060 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 23 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મોરબી ગ્રામ્યમાં 11, મોરબી શહેરમાં 7 કેસ, ટંકારા ગ્રામ્ય અને માળિયા ગ્રામ્યમાં 2-2 કેસ તેમજ વાંકાનેર શહેરમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે વાંકાનેર ગ્રામ્ય, હળવદ શહેર- ગ્રામ્ય અને ટંકારા શહેર તથા માળિયા શહેરમાં એક પણ કેસ નોંધાયો નથી.

- text

એક્ટિવ કેસની સંખ્યા આજની સ્થિતિ 143એ પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી કોરોના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે. જેથી લોકોએ હવે તકેદારી રાખવું જરૂરી બન્યું છે.

- text