જમ જેવા જમાઈએ વૃદ્ધ સસરાને છરી ઝીકી

- text


માળિયામા રિસામણે બેઠેલ પત્નીને મોકલી આપવા ઝઘડો કરી જમાઈએ હુમલો કર્યો

માળીયા : માળીયા મિયાણા ગામે રિસામણે બેઠેલ પત્નીને મોકલી આપવાનું કહી જમ જેવા જમાઈએ વૃદ્ધ સસરાને છરીનો ઘા ઝીકી દેતા ઇજાગ્રસ્ત વૃદ્ધને પ્રથમ માળીયા બાદ મોરબી ખાતે સારવારમાં ખસેડવામા આવ્યા હતા.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા શહેરના પીપળાવાસમાં રહેતા જુમાભાઈ ભારાભાઈ મોવર ઉ.62ને તેમના જમાઈ યાસીન જુસબભાઈ જામે રિસામણે બેઠેલ પત્નીને પોતાને ત્યાં મોકલી આપવા મામલે ઝઘડો કરી છરી નો ઘા ઝીકતા જુમાભાઈએ છરી હાથથી પકડી લેતા હાથમાં ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે જુમાભાઈએ જમાઈ વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text