પારકા ઝઘડો શાંત પાડવા વચ્ચે પડેલા યુવાનને છરીના ઘા ઝીકાયા

- text


હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે બનેલો બનાવ

હળવદ : હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે ગામના પાદરમા ઝઘડો કરી એક યુવાન સાથે ગાળા ગાળી કરી રહેલા બે શખ્સોને ઝઘડો કરવાની ના પાડનાર યુવાન ઉપર બન્ને શખ્સો તૂટી પડતા ગંભીર રીતે ઇજાગરાત બનેલા યુવાનને સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના નવા દેવળીયા ગામના ઝાપા પાસે સિદ્ધરાજસિંહ દિલુભા પરમાર નામના યુવાન સાથે આરોપી પ્રદ્યુમનસિંહ દશરથસિંહ પરમાર અને પંકજસિંહ દશરથસિંહ પરમાર ઝઘડો કરી ગાળા ગાળી કરી રહયા હોય પોતાની વાડીએથી પરત ફરી રહેલા ફરિયાદી મંગળસિંહ અનોપસિંહ પરમારે બન્ને શખ્સોને ઝઘડો નહિ કરવા સમજાવવા ગયા હતા.

- text

જો કે આરોપી પ્રદ્યુમનસિંહ દશરથસિંહ પરમાર અને પંકજસિંહ દશરથસિંહ પરમારે ઝગડો શાંત કરવવા વચ્ચે પડેલા અનોપસિંહ સાથે પણ ઝઘડો કરી ઉશ્કેરાઈ જઈ વાસામા તેમજ હાથમાં છરીના ઘા ઝીકી દેતા અનોપસિંહ જીવ બચાવવા ભાગ્યા હતા ત્યારે આરોપીઓએ જાનથી મારી નાખવા ધમકી આપી હતી. હાલમાં અનોપસિંહને ગંભીર ઇજાઓ સાથે પ્રથમ હળવદ બાદ મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવમાં આવ્યા છે. હળવદ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text