એસઆરપી જવાનના અપમૃત્યુ કેસમાં ગુન્હેગારો સામે ફરિયાદ નોંધો : મોરબી આહીર સમાજમા રોષ

- text


માળીયાના મેઘપર ગામના વતની એસઆરપી જવાનના આત્મ હત્યા કેસમાં ન્યાય માટે આવતીકાલે આહીર સમાજની અગત્યની મિટિંગ

મોરબી : જૂનાગઢ પીટીસીમા ફરજ બજાવતા માળીયા તાલુકાના એસઆરપી જવાનના અપમૃત્યુ પ્રકરણમાં તેઓને મરવા મજબુર કર્યા હોવાના પુરાવા મળવા છતાં દોષીતો વિરુદ્ધ ફરિયાદ ન નોંધવામાં આવતા મોરબી જિલ્લાના આહીર સમાજમાં ઘેરા પડઘા પડયા છે, એસઆરપી જવાનના અપમૃત્યું કેસમા આવતીકાલે આહીર સમાજના વિવધ સંગઠનોની મહત્વની બેઠક બોલાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા તાલુકાના મેઘપર ગામના વતની એસઆરપી જવાન સ્વ.બ્રિજેશભાઈ ગોવિંદભાઈ લાવડીયા જૂનાગઢ ખાતે પીટીસીમાં ફરજ બજાવતા હતા તે દરમિયાન તેમને આત્મ હત્યા કરી હોવાનું જણાવવામાં આવે છે પરંતુ તેમના શરીર ઉપર માર મારવાના નિશાન મળી આવતા આ સમગ્ર પ્રકરણમાં દોષીતો વિરુદ્ધ પગલાં ભરવા ફરિયાદ નોંધવાની માંગ મોરબી જિલ્લાના આહીર સમાજ દ્વારા ઉઠાવવામાં આવી છે.

વધુમાં આવતીકાલે મોરબી જિલ્લાના આહીર સમાજના તમામ સંગઠનોની આવતીકાલે અગત્યનું બેઠક મોરબી જિલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટની ઓફીસ ખાતે યોજવામાં આવી હોવાનું મોરબી જિલ્લા આહીર યુવા સંગઠનના અગ્રણી રામભાઈ મિયાત્રાએ જણાવ્યું હતું. વધુમાં સ્વ. બ્રિજેશભાઈ લાવડીયાએ આત્મહત્યા કરેલ નથી પણ તેઓને મરવા મજબુર ક૨વામાં આવેલ હતા, એવું સ્પષ્ટ પણે અમને એમના પોસ્ટમોર્ટમ રૂમમાં તેમના શરીર ઉપર અનેક નિશાન જોવામાં આવેલ હોવાનું આહીર સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું.

- text

વધુમાં આ બનાવમાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા ફરિયાદ લેવામાં વિલંબ કરતા હોય સ્વ.બ્રિજેશભાઈને ન્યાય માટે સરકાર સુધી વાત પહોંચાડવા તેમજ પ્રેસ-મીડિયાને માહિતી આપવા મોરબી જિલ્લા આહીર સમાજ તથા બીજા જિલ્લાના આગેવાનો એકત્રિત થનાર છે. આ તકે દરેક ગામમાંથી સરપંચ સહિત આગેવાનો અને યુવાનોએ સાથે મળી આહિર સમાજના દીકરાને ન્યાય અપાપવા માટે એકત્રિત થવા અંતમા હાકલ કરવામાં આવી છે.

- text