આધિ, વ્યાધિ અને ઉપાધીઓને દૂર કરનાર આયંબીલ જેવો તપ નહીં: જૈનાચાર્ય રશ્મિરત્ન સૂરીશ્વરજી મ.સા.

- text


મોરબીમાં ચાલી રહેલી નવપદ મહિમા પ્રવચન શ્રેણીનો લાભ લેતા આરાધકો

મોરબી: દરબારગઢ જૈન સંઘના ઉપાશ્રયમાં નવપદમહિમા પ્રવચનશ્રેણી ચાલી રહેલી છે. જેમાં પ્રવચન આપતાં આજીવન ગુરુ ગુણચરણોપાસક, શ્રમણીગણનાયક આચાર્ય રશ્મિરત્નસુરીશ્વરજી મહારાજ સાહેબે જણાવ્યું કે નવકાર જેવો જપ નહીં, આયંબિલ જેવો તપ નહીં અને બ્રહ્મચર્ય જેવા ખપ નહીં. જૈનશાસનમાં ચૈત્રી ઓળી અને આસો માસની ઓળી બે નવપદની ઓળી સાશ્વતી આરાધના તરીકે ઓળખાયેલી છે. આયુર્વેદની દૃષ્ટિએ પણ આ બે ઋતુસંધિ કાળમાં ગરિષ્ટ પદાર્થોનો ભોજન વર્જવાનું કહેવાયું છે. જૈનશાસનમાં આયંબિલની ઓળીનું વિધાન છે. આયંબિલ એટલે લુખ્ખું- સૂક્કું ભોજન. અમેરિકાના પ્રેસિડન્ટના ડાયેટિશન ડૉક્ટરે પુસ્તક લખ્યું છે “The Best diet’’ એમાં લખ્યું છે કે આ જગતમાં સર્વશ્રેષ્ઠ આહાર નો ફેટ, નો સુગરનો મિર્ચ-મસાલા એને આયંબિલ કહેવાય છે.

- text

ચૈત્ર માસની ઓળી નવપદની માત્ર ભારતમાં જ નહીં પરંતુ ભારત બહાર પણ ઠેર-ઠેર થતી હોય છે. પાંચ વર્ષના બાળકથી માંડી 70 વર્ષના વૃદ્ધો આરાધના કરે છે. પંચ પરમેષ્ઠિની આરાધના માટે શક્તિ હોય તો તે વર્ણનું માત્ર એક જ ધાન્ય વાપરવું. 11 લાખ વર્ષ પહેલા શ્રીપાલ રાજા – મયણાસુંદરીએ આ નવપદની ઓળીના પ્રભાવે કોઢ રોગથી મુક્ત બન્યાં. નવ રાજ્ય મેળવ્યું. નવમાં ભવે મોક્ષ નક્કી કર્યું. મનની આધિ, તનની વ્યાધિ અને સ્વજનની ઉપાધિને દૂર કરનાર આયંબિલ મહાતપ!

મોરબીના ઈતિહાસમાં પ્રથમવાર 500થી વધુ આરાધકો જોડાઈ રહ્યા છે. આ વર્ષે સ્પાનકવાસીઓની ઓળી 28 માર્ચથી શરૂ થાય છે. અને દેશવાસીઓની ઓળી 29 માર્ચથી શરૂ થાય છે. પણ એકતાની મિશાલ ઉભી કરવા સમસ્ત સમાજે 7 આયંબિલના બદલે 10 આયંબિલ કરવાનો સંકલ્પ કર્યો છે. પૂજન જૈનાચાર્યએ જૈનોને સૂત્ર આપ્યું છે. હર ઘર ઓળી, ઘર ઘર ઓળી અને બીજું સૂત્ર આપ્યું, આયંબિલ હૈ જહાં, તન-મન અને આત્મા કી તંદુરસ્તી હૈ વહાં.

- text