મચ્છુ-2 ડેમ ખાલી કરવા માટે તેનું પાણી તળાવોમાં ઠાલવવાની માંગ

- text


કાંતિલાલ બાવરવાની મુખ્યમંત્રીને લેખિત રજુઆત

મોરબી : મચ્છુ – ૨ સિંચાઈ યોજનાનું પાણીથી ગ્રામ્ય વિસ્તારના તળાવો ભરવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવાયું છે કે મચ્છુ – ૨ ડેમ ના પાંચ દરવાજાની નવા બનાવવાના હોય મચ્છુ -૨ ડેમ નું પાણી ખાલી કરવામાં આવનાર છે. મચ્છુ – ૨ ડેમનું પાણી નદીમાં વહાવીને દરિયામાં જાય તેના કરતા મોરબી માળિયા વિસ્તારના ગામોના તળાવો ભરી આપવામાં આવે.

- text

આ કામ માટે સરકારને કોઈ પણ ખર્ચ થાય તેવું નથી કે નથી વીજળીનો ઉપયોગ કરવાનો. તો આ કામ કરવામાં આવે તેવી માંગણી છે જો આવું કરવામાં આવશે તો તળાવની આજુબાજુના ખેડૂતો ઢોરો માટેનો ચારો ઉગાળી શકશે અને ઢોરોને પણ પીવાનું પાણી મળી રહેશે.

- text