મોરબી જિલ્લામાં કોરોનાની વહી રફતાર : આજે નવા 27 કેસ, એક્ટિવ કેસની સદી

- text


મોરબી ગ્રામ્યમાં 20, મોરબી શહેરમાં 3 કેસ, ટંકારા ગ્રામ્ય અને માળિયા ગ્રામ્યમાં 2-2 કેસ

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની વહી રફતાર રહી છે. જિલ્લામાં આજે ફરી નવા 27 કેસ નોંધાયા છે. સામે એક્ટિવ કેસે સદી ભણી છે. આમ થોડા જ દિવસોમાં કોરોનાએ વરવું સ્વરૂપ લઈ લીધું છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે 1035 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 27 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મોરબી ગ્રામ્યમાં 20, મોરબી શહેરમાં 3 કેસ, ટંકારા ગ્રામ્ય અને માળિયા ગ્રામ્યમાં 2-2 કેસ નોંધાયા છે. જ્યારે વાંકાનેર શહેર- ગ્રામ્ય, હળવદ શહેર- ગ્રામ્ય અને ટંકારા શહેર તથા માળિયા શહેરમાં એક પણ કેસ નોંધાયો નથી.

- text

એક્ટિવ કેસની સંખ્યા આજની સ્થિતિ 120એ પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી કોરોના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે. જેથી લોકોએ હવે તકેદારી રાખવું જરૂરી બન્યું છે.

- text