આજે મોરબીના વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા

- text


રાજકોટ બાર એસોશિએશનના ઠરાવને સમર્થન જાહેર કર્યું

મોરબી : રાજકોટ બાર એસોશિએશન દ્વારા કરવામાં આવેલા ઠરાવને સમર્થન જાહેર કરી આજે મોરબી બાર એસોશિએશન સાથે જોડાયેલ તમામ વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા હતા.

રાજકોટ જિલ્લાની અદાલતોમાં વકીલો સાથેના વર્તન વ્યવહાર તથા વકીલોને પડતી મુશ્કેલીઓના સંદર્ભમાં રાજકોટ બાર એસોસિએશનના હોદ્દેદારોએ રજૂઆતો કરી પગલાં લેવા તારીખ ૧૮/૧૦/૨૦૨૧ ના પરિપત્ર નંબર બી/૭૮૬/૨૦૨૧ રદ કરવા નામદાર ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ તથા નામદાર ગુજરાત હાઇકોર્ટને પત્ર લખેલ તેમજ રજૂઆત કરેલ, તેમ છતાં કોઈપણ જાતનો પ્રતિભાવ મળેલ નહીં અને વકીલોના ઉપસ્થિત થયેલા પ્રશ્નો બાબતે કોઈ પગલાં લેવાતા ન હોય, નામદાર ગુજરાત હાઇકોર્ટ તથા તંત્રનું ધ્યાન દોરવા રાજકોટ બાર એસોસિએશનને તારીખ ૨૧/૦૩/૨૦૨૩ ને મંગળવારના રોજ તમામ પ્રકારની કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું ઠરાવેલ છે જેથી તે સંદર્ભે વકીલોનું હિત ધ્યાને લેતા મોરબી બાર એસોસિએશન દ્વારા રાજકોટ બહાર એસોસિએશનના ઠરાવને સમર્થન આપી આજે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી ટેકો જાહેર કર્યો હતો.

- text

- text