મોરબી પોસ્ટ ઓફિસમાં સર્વરના ધાંધિયા : ગ્રાહકો પરેશાન

- text


શનિવારથી સર્વર ડાઉન થતા પોસ્ટ વિભાગના કર્મચારીઓ પણ પરેશાન

મોરબી : મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ સહિતની તમામ બ્રાન્ચમાં સર્વરના ધાંધિયાને કારણે પોસ્ટલ ગ્રાહકો છેલ્લા ત્રણ – ચાર દિવસથી હાલાકીનો ભોગ બની રહ્યા છે.

ઓનલાઇન અને ડિજિટલાઇઝેશનના યુગમાં તમામ સરકારી કામગીરી ઓનલાઇન બની છે ત્યારે મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસ સહિતની તમામ બ્રાન્ચમાં સર્વરના ધાંધિયા સર્જાતા પોસ્ટલ ગ્રાહકોને નાણાં જમા કરાવવા, રીકરીંગ કે અન્ય તમામ સેવાઓના લાભ માટે પોસ્ટ ઓફિસમાં કલાકો સુધી હેરાન પરેશાન થવું પડતું હોવાનું સામે આવ્યું છે, બીજી તરફ મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસના જનરલ મેનેજર પરાગ વસંતે પણ ઓનલાઇન કામગીરીમાં સર્વરની સમસ્યા હોવાનું સ્વીકારી ઉપરી કચેરીમાં રજુઆત કરી હોવાનું જણાવ્યું હતું.

- text

- text