મોરબીની એલઇ કોલેજના પૂર્વ વિદ્યાર્થી દ્વારા ગર્લ્સ હોસ્ટેલમાં આર.ઓ.પ્લાન્ટની ભેટ

- text


વિદ્યાર્થીઓ માટે કેન્સર અવેરનેસ અને હીમોગ્લોબિન ચેક અપ કેમ્પનું પણ આયોજન કરાયું

મોરબી : મોરબીની એલઇ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા ગર્લ્સ હોસ્ટેલમાં આર.ઓ.પ્લાન્ટની ભેટ આપવામાં આવી છે.જેનું તા.૨૩ માર્ચ ૨૦૨૩ સવારે ૧૦ કલાકે તેનું લોકાર્પણ કરવામાં આવશે. સાથેસાથે વિદ્યાર્થીઓ માટે કેન્સર અવેરનેસ અને હીમોગ્લોબિન ચેક અપ કેમ્પનું આયોજન કરાયું છે.

મોરબીની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી શાંતિલાલ ટી ફળદું જેઓ કુંડારિયા કેન્સર પ્રીવેન્શન ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે. તેઓના ટ્રસ્ટ તરફથી એલ ઈ કોલેજ- મોરબીની ગર્લ્સ હોસ્ટેલ ખાતે વિદ્યાર્થીનીઓની સુવિધા માટે ૫૦૦ લીટરનો વોટર ફિલ્ટર આર ઓ પ્લાન્ટ ફીટ કરી આપવામાં આવ્યો છે. જેનું તા.૨૩ માર્ચ ૨૦૨૩ સવારે ૧૦ કલાકે તેનું લોકાર્પણ કરવામાં આવશે.

- text

તદુપરાંત કોલેજના વિદ્યાર્થીઓ માટે કેન્સર અવેરનેસ અને હીમોગ્લોબિન ચેક અપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમનું હીમોગ્લોબિન ઓછું હશે તેવા વિદ્યાર્થીઓને હીમોગ્લોબિન વધે એ માટે ૯૦ દીવસની દવાઓ નિ:શુલ્ક આપવામાં આવશે. લેન્કો એલ્યુમનિ એસોસીએશન-મોરબી તેમના ઉમદા હેતુ અંતર્ગત સંનિષ્ઠ પ્રયાસોના આદરભાવને બીરદાવે છે.

- text