માળીયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિષ્ના ઈલેવન વિજેતા

- text


માળીયા : માળીયા મિયાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત ડે – ક્રિકેટ ટુર્નામેન્ટ – ૨૦૨૩નું આયોજન મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ- નાગડાવાસ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મેગા ફાઈનલમાં ક્રિષ્ના ઇલેવનનો 6 વિકેટે વિજય થયો હતો.

માળીયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઈનલ મેચમાં અતિથિ વિશેષ તરીકે પી. વી. અંબારીયા (જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મોરબી), ડી. આર. ગરચર (નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મોરબી), ઘનશ્યામભાઈ દેથરીયા (પ્રમુખ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, મોરબી), ડો. શર્મિલાબેન હુંબલ (ટી. પી. ઈ. ઓ. માળીયા), અમુલભાઈ જોષી (મહામંત્રી, શ્રી સમસ્ત બ્રહ્મસમાજ, મોરબી), અશોકભાઈ વડાલીયા (કેળવણી નિરીક્ષક, મોરબી), ચમનભાઈ ડાભી (મહામંત્રી, મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘ), મોરબી ગ્રામ્ય પ્રાથમિક શિક્ષક સંઘ મહામંત્રી કાનાભાઈ રાઠોડ, ટંકારા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ કલ્પેશભાઈ ફેફર તથા મહામંત્રી વિરમભાઈ દેસાઈ, વાંકાનેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રતિનિધિ દેવરાજભાઈ આલ તેમજ હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રફુલભાઈ નાયકપરા તથા મહામંત્રી ચતુરભાઈ પાટડીયા તેમજ મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના જિલ્લા પ્રતિનિધિ અજયભાઈ ડાંગર તેમજ ગ્રામ્યના પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રતિનિધિ ગૌરાંગભાઈ યાદવ તેમજ તુષારભાઈ બોપલીયા જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમના કોચ તથા મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડના ઓનર સુરેશભાઈ ડાંગર તેમજ નાગડાવાસના સરપંચ સુખાભાઈ ડાંગર ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા.

આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે માળીયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ તથા મહામંત્રી હસુભાઈ સરડવાએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text