ચેતજો ! મોરબીમાં કોરોના ભર ઊંઘમાંથી જાગ્યો 

- text


છેલ્લા ત્રણ દિવસમાં બીજો કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો 

મોરબી : માસ્ક પહેરી…. દો ગજ દુરી હૈ જરૂરી સૂત્રને ફરી અમલમાં મૂકવું પડે તેવી સ્થિતિના અણસાર ગુજરાતભરમાં જોવા મળી રહ્યા છે ત્યારે મોરબીમાં પણ છેલ્લા ત્રણ દિવસમાં બીજો કોરોના પોઝિટિવ કેસ જોવા મળતા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોકોને સાવધાન-સતર્ક રહેવા અનુરોધ કર્યો છે.

કોરોના મહામારીની વિદાય બાદ સમગ્ર દેશમાં માર્ચ મહિનામાં ફરી કોરોના ભર ઊંઘમાંથી જાગ્યો હોય તેવી સ્થિતિ વચ્ચે નવા રંગરૂપ અવતાર સાથે હાહાકાર મચાવવાનું શરૂ કર્યું છે ત્યારે ગઈકાલે મોરબીની ખાનગી લેબોરેટરીમાં આરટીપીસીઆર રિપોર્ટ કરવનાર શનાળા રોડ ઉપર રહેતો 27 વર્ષીય યુવાન કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું સરકારી આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ જાહેર કર્યું છે.

- text

ઉલ્લેખનીય છે કે મોરબી શહેર અને જિલ્લામાં કોરોના મહામારીની બીજી વેવમાં કોરોના વાયરસે વ્યાપક ખાનાખરાબી સર્જી હતી અને હોસ્પિટલો પણ ટૂંકી પડી હતી ત્યારે કોરોના મહામારીની નવી લહેર શરૂ થવાની સાથે છેલ્લા અઠવાડિયામાં બીજો કોરોના પોઝિટિવ કેસ સામે આવતા લોકોને સાવધાન રહેવું જ કોરોનાથી બચવાનું ઉત્તમ પગલું હોવાનું આરોગ્ય વિભાગે ભાર પૂર્વક જણાવી ગઈકાલે કોરોના પોઝિટિવ આવેલ વ્યક્તિએ કોરોના રસીના બન્ને ડોઝ લીધા હોવાનું અને બહારગામ જવાની કોઈ જ હિસ્ટ્રી ન હોવા છતાં પોઝિટિવ આવતા કોરોના હજુ વાતાવરણમાં મોજુદ હોવાનું ફલિત થઈ રહ્યું છે. આ સંજોગોમાં લોકો સતર્ક રહે તે જરૂરી છે.

- text