ગૌવંશને સમાધિ આપી ભગીરથ કાર્યની પહેલ કરતું નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રુપ

- text


મોરબી : નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રુપ-નાની વાવડી દ્વારા અનોખી પહેલના ભાગરૂપે ગૌવંશને સમાધિ આપવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ ગ્રુપ દ્વારા અત્યાર સુધી વિવિધ વિસ્તારમાં 50થી વધુ ગાય અને નંદીને સમાધિ આપવામાં આવી છે.

સમાધિ આપવાના ભગીરથ કાર્યનો હેતુ એ છે કે મૃત ગૌમાતા અને નંદીનો દેહ કપાય નહીં અને તેનું ગૌમાસ કોઈ ખાય નહીં અને ગૌમાતાની ગરીમા જળવાઈ રહે. ગ્રુપના સભ્યોના જણાવ્યા પ્રમાણે ઋષિ મુનિઓ અને સંતો પણ ગૌમાતાને સમાધિ આપતા. તેથી આ પ્રથાને જીવંત રાખવા આ સેવાકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રુપ દ્વારા અત્યાર સુધી નાની વાવડી, વાવડી ગામ, વાવડી ચોકડી, મહેન્દ્રનગર, શનાળા, ગાળા રોડ, ભરતનગર, લાલપર, ખાખરાળા, મીતાણા, જબલપુર, ગૌરીદડ, રાજપર, દહીંસરા, પીપળીયા, ઘુંટુ રોડ સહિત અનેક સ્થળે કુલ 52 જેટલી મૃત ગાય અને નંદીને સમાધિ આપવામાં આવી છે. આ ગ્રુપમાં જોડાવા માટે (81414 34461, 99793 49829, 63551 33483) નંબર પર સંપર્ક કરવો.

- text

- text