મોરબીના ખરેડા ગામે રંગેચંગે જીવતા જગતિયું કરતા લખમણદાદા

- text


લખમણદાદાને ધામધૂમથી બગીમાં બેસાડી, સ્નેહીજનોને ભાવતા ભોજનિયા કરાવી સુંદરકાંડના પાઠનું અનેરું આયોજન કરાયું

મોરબી : મોરબીના નાના એવા ખરેડા ગામે સંયુક્ત પરિવારમાં લીલીછમ વાડીના વટવૃક્ષ સમાન લખમણદાદાએ જીવનની ઢળતી સંધ્યાએ પોતાના પાછળ વિધિ વિધાન કરવાને બદલે જીવતા જગતિયું કરવા આદેશ કરતા કહ્યાગરા શ્રવણ જેવા બે પુત્રોએ પિતાની ઈચ્છાપૂર્તિ માટે ગઈકાલે ધામધૂમ પૂર્વક દાદાને ધામધૂમથી બગીમાં બેસાડી, સ્નેહીજનોને ભાવતા ભોજનિયા કરાવી સુંદરકાંડના પાઠનું આયોજન કરી 1000થી વધુ લોકોને ભાવતા ભોજનિયાં કરવવા સુંદર આયોજન કરતા આત્મજનોમાં ખુશીની લાગણી છવાઈ હતી.

મોરબીના નાના એવા ખરેડા ગામે સંયુક્ત કુટુંબ ભાવના અને વડીલો પ્રત્યેના આદરભાવને પ્રગટ કરતો મજાનો પ્રસંગ ઉજવાયો હતો. હાલમાં કુટુંબ ભાવના ભાંગી પડી છે અને લોકો વિભક્ત કુટુંબમાં રહેતા થયા છે ત્યારે ખરેડા ગામના 80 વર્ષના લખમણભાઈ રણછોડભાઈ ફેફર વડલાના વૃક્ષની જેમ અડીખમ છે અને પોતાના પત્ની, બે પુત્રો, પુત્રવધૂઓ અને પૌત્ર તેમજ પૌત્રવધૂઓ સહીત 11 સભ્યોના સંયુક્ત કુટુંબમાં માનભેર જિંદગી જીવી જીવતા જગતિયું કરવા ઈચ્છા વ્યક્ત કરતા પુત્ર,પુત્રવધુ,પૌત્ર સહિતનાઓએ દાદાનો બોલ જીલી વડીલ વંદના સમાન જીવતા જગતિયાનું ગઈકાલે આયોજન કર્યું હતું. જીવતા જગતિયું કરવાના આ પ્રસંગમાં ફેફર પરિવારે સગા,વ્હાલા, કુટુંબીઓસહિત 1000 જેટલા લોકો માટે ભોજન સમારંભ અને સુંદરકાંડના પાઠનું ભવ્ય આયોજન કરી પિતાની જીવતા જગતીયુ કરવાની ઈચ્છાને સહર્ષ પૂર્ણ કરી હતી.

જીવતા જગતિયું કરવાના લખમણ દાદાના નિર્ણયને સાકાર કરવા ફેફર પરિવારના ગૌરીબેન લક્ષ્મણભાઇ ફેફર, અરજણભાઈ દેવશીભાઇ ફેફર, શાંતીબેન અરજણભાઈ ફેફર, વલભભાઇ દેવશીભાઇ ફેફર, અનસોયાબેન વલ્લભભાઇ ફેફર, ચંદુલાલ લક્ષ્મણભાઈ ફેફર, ચંપાબેન ચંદુલાલ ફેફર, દેવેન્દ્રભાઇ લક્ષ્મણભાઈ ફેફર, નિતાબેન દેવેન્દ્રભાઇ ફેફર, ગણપતભાઇ અરજણભાઇ ફેફર,લતાબેન ગણપતભાઇ ફેફર, મનસુખભાઇ અરજણભાઇ ફેફર, પ્રજ્ઞાબેન મનસુખભાઇ ફેફર, દેવજીભાઈ વલ્લભભાઇ ફેફર, મનિષાબેન દેવજીભાઇ ફેફર, રવિભાઈ વલ્લભભાઈ ફેફર, સુમિતાબેન રવિભાઇ ફેફર, જીગ્નેશભાઈ ચંદુલાલ ફેફર તેમજ બીનાબેન જીગ્નેશભાઇ ફેફર સહિતના પરિવારજનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text