સિરામિક ઉદ્યોગમાં મંદીનું માવઠું, વેચાણમાં 25 ટકાનો ઘટાડો

- text


મોરબી સિરામિક ક્લસ્ટરમા જીવીટી ટાઇલ્સ પ્રોડક્ટની એક માત્ર ડિમાન્ડ

મોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામિક ઉદ્યોગને વર્તમાન સમયમાં મંદીનો માર સહન કરવો પડી રહ્યો છે, માવઠાની સીઝન વચ્ચે સિરામીક ઉદ્યોગમાં પણ મંદીનું માવઠું આવ્યું છે પરિણામે ડોમેસ્ટિક અને એક્સપોર્ટ માર્કેટમાં વર્ષે 60 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતા સિરામિક ઉદ્યોગમા હાલ 20થી 25 ટકા વ્યાપાર ઘટી ગયો છે.

રશિયા યુક્રેન યુદ્ધ બાદ વૈશ્વિક મંદીના માહોલ વચ્ચે મોરબીના સિરામિક ઉદ્યોગને પણ હાલ મંદીનો સામનો કરવાનો સમય આવ્યો છે. મોરબી સિરામિક એસોશિએશન પ્રમુખ વિનોદભાઈ ભાડજાના મતે હાલમાં વોલ ટાઇલ્સ, વિટ્રીફાઇડ, ફ્લોર સહિતના ઉત્પાદકોના વેચાણમા એકંદરે 20થી 25 ટકા ઘટાડો થયો છે.

- text

મોરબીમાં વોલ ટાઇલ્સ, ફ્લોર ટાઇલ્સ, વિટ્રીફાઇડ અને જીવીટી તેમજ પીજીવીટી મળી કુલ 750થી વધુ એકમો આવેલા છે જેમાં પ્રવર્તમાન સમયમાં એક માત્ર જીવીટી પ્રકારની ટાઇલ્સની જ ડિમાન્ડ છે જ્યારે અન્ય સેગમેન્ટમાં મંદીનો માહોલ હોય સિરામિક ઉદ્યોગકારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

- text