વાંકાનેર શાહબાવાની દરગાહમાંથી 8 પંખાની ચોરી, એક પકડાયો

- text


વાંકાનેર : વાંકાનેર શહેરમાં આવેલ શાહબાવાની દરગાહમાંથી એક શખ્સ નાના મોટા 8 પંખાની ચોરી કરી લઈ જતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે એક આરોપીની અટકાયત કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરમાં આવેલ શાહબાવાની દરગાહમાંથી આરોપી સરફરાજ હુસેનભાઈ ફકિરે નાના મોટા આઠ પંખા કિંમત રૂપિયા 7000ની ચોરી કરી હોવા અંગે મહમદભાઈ રહેમાનભાઈ રાઠોડે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સરફરાજની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text

- text