હળવદના સુરવદર અને દેવળીયા વચ્ચે પુલીયા પરથી પડી જતા બાળકીનું કરુણ મોત

- text


હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયાથી સૂરવદર તરફ જવાના રોડ પર પુલિયા પર રમી રહેલી ચાર વર્ષની માસૂમ બાળકી નીચે પટકાતા તેણીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના જુના દેવળીયા ગામથી સુરવદર ગામ તરફ જવાના રોડ પર રહેતા અને મજૂરી કામ કરતા માધાભાઈ જખાનીયાની ચાર વર્ષની બાળકી મીના રોડ પર આવેલ પુલીયા પર રમી રહી હતી ત્યારે ઓચિંતા નીચે પડી જતા ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. આ બનાવથી શ્રમિક પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. હળવદ પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text