હળવદ – માળીયા હાઇવે પર 19 લાખનો દારૂ ભરેલ આઇસરને ઝડપી લેતી એલસીબી

- text


 

આરોપી આઇસર રેઢું મૂકીને નાસી છૂટ્યો, પોલીસે 4452 ઈંગ્લીશ દારૂની બોટલ સહિત કુલ રૂ.24,16,160નો મુદામાલ કબ્જે કર્યો

હળવદ : મોરબી એલસીબીને આજે હળવદ માળીયા હાઇવે ઉપરથી મોટાપાયે ઈંગ્લીશ દારૂની હેરાફેરી અટકાવવામાં મોટી સફળતા હાથ લાગી હતી. જેમાં એલસીબીએ હળવદ માળીયા હાઇવે પર રૂ. 19 લાખનો ઈંગ્લીશ દારૂ ભરેલ આઇસરને ઝડપી લીધું હતું. જો કે, આરોપી આઇસર રેઢું મૂકીને નાસી છૂટ્યો હતો.બાદમાં પોલીસે રૂ.19,16, 160ની કિંમતની 4452 ઈંગ્લીશ દારૂની બોટલ સહિત કુલ રૂ.24,16, 160નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- text

મોરબી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ કે.જે. ચૌહાણ તેમજ સુરેશભાઈ હુંબલ, તેજસભાઈ વિડજા, ચંદુભાઈ કારોતરા,પૃથ્વીરાજસિંહ જાડેજા, વિક્રમભાઈ કુંગસિયા સહિતના સ્ટાફે આજે બાતમીના આધારે હળવદ માળીયા હાઇવે ઉપર હળવદ નજીકની મોરબી ચોકડીથી મોરબી તરફ જવાના રોડ પરથી ઈંગ્લીશ દારૂ ભરેલી આઇસર ટ્રકને ઝડપી લીધી હતી. જો કે આરોપી ટ્રક ચાલક પોલીસને ચકમો આપીને ટ્રક ત્યાંજ રેઢો મૂકીને ફરાર થઇ ગયો હતો. બાદમાં પોલીસે પોલીસે રૂ.19,16, 60ની કિંમતની 4452 ઈંગ્લીશ દારૂની બોટલ, આઇસર ટ્રક સહિત કુલ રૂ.24,16, 160નો મુદામાલ કબ્જે કરી આ ઈંગ્લીશ દારૂ કોણે મંગાવ્યો અને ક્યાં જવાનો હતો તેમજ ક્યાંથી કોણે આ દારૂ મોકલ્યો તે દેશમાં તપાસ શરૂ કરી છે.

- text