હળવદમાં યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

- text


શહેરના સુનિલનગર વિસ્તારનો બનાવ : કારણ અકબંધ

હળવદ : હળવદ શહેરમાં આવેલ સુનીલ નગર વિસ્તારમાં આજે બપોરના સમયે 25 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદના પંચમુખી ઢોરા પાસે આવેલ સુનિલ નગરમાં રહેતા કિશનભાઇ દિલીપભાઈ ઠાકોર ઉંમર વર્ષ 25 આજે બપોરના સમયે તેઓના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું.

બનાવને પગલે મૃતકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી જોકે આશાસ્પદ યુવાને ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે હજુ સુધી સામે આવ્યું નથી હાલ પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.

- text

- text