મોરબીમાં સગીરાને ભગાડી જનાર આરોપી યુપીથી ઝડપાયો

- text


મોરબી : મોરબીમાં ગઇ તા.૭/૧/૨૦૨૩ ના રોજ ફરીયાદીની દિકરીને સંજય ચંદનસિંહ ચાદર રહે.બડાગાવ જસરાના ફીરોદાબાદ (યુપી) વાળો લગ્ન કરવાની લાલચ આપી ભગાડી લઇ ગયેલ હોય જેથી આ બાબતે મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે અપહરણનો ગુન્હો રજી કરવામાં આવેલ હતો. જેની તપાસ દરમ્યાન આરોપી તથા ભોગબનનાર છોકરી નોઇડા (યુ.પી) ખાતે હોવાની યમુનસોર્સસથી તેમજ ટેકનીકલ માધ્યમથી ચોક્ક્સ હકિકત મળેલ હોય જેથી મોરબી સીટી એ ડીવી પો.સ્ટે ની એક ટીમ બનાવી દિલ્હી તેમજ નોઇડા (યુ.પી) ખાતે મોકલતા નોઇડા થી ભોગબનનાર સગીરવયની છોકરી તથા આરોપી મળી આવતા તેઓને મોરબી સીટી એ ડીવી,પોસ્ટે લાવી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

- text

- text