મોરબીની રાજપર શાળાના ધો.10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

- text


મોરબી : મોરબીના રાજપરની માધ્યમિક શાળાના ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. વિદાય લઈ રહેલા ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ પણ શાળાને ભેટ આપેલ હતી.

રાજપરની માધ્યમિક શાળાના ધોરણ 10મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં ગામના સરપંચ ભરતભાઈ મારવણીયા તેમજ ઉપસરપંચ મનોજભાઈ તથા ગ્રામ પંચાયતના સભ્યો નિવૃત્ત આચાર્ય ડોક્ટર અનિલભાઈ મહેતા, એસ એસ મારવણીયા અને નિવૃત્ત શિક્ષકો હાજર રહ્યા હતા. આ તકે અનિલભાઈ મહેતાએ અખંડ અને પ્રચંડ મહેનત કરવા જણાવ્યું હતું. તેમજ મારવાણીયાએ વિદ્યાર્થીઓને સફળ થવા શુભેચ્છા પાઠવી હતી.આ શાળાના નિવૃત્ત શિક્ષક કે.કે.કાનાણી તરફથી ધો.10 ના વિદ્યાર્થીઓને એક-એક પેન ભેટ સ્વરૂપે આપવામાં આવેલ હતી. વિદાય લઈ રહેલા ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ પણ શાળાને ભેટ આપેલ હતી. અંતમાં સૌ વિદ્યાર્થી મિત્રો અને સ્ટાફગણ નાસ્તો કરીને કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો.

- text

- text