હળવદમા હેલિકોપ્ટરમાં જાન આવી

- text


 

સુરેન્દ્રનગરના રબારી પરિવારના દિકરાની જાન હેલિકોપ્ટરમાં આવતા લોકોના ટોળા ઉમટ્યા

હળવદ : હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે જેમાં લોકો લગ્નને યાદગાર બનાવવા માટે નવતર પ્રયોગો કરતા હોય છે ત્યારે હળવદમાં આજે માલધારી પરિવારના વરરાજાની જાન હેલીકોપ્ટર મારફતે આવતા, જાન નિહાળવા લોકોના ટોળા ઉમટ્યા હતા.

હળવદ શહેરમાં રહેતા સ્વ.અજમલભાઈ કરણભાઈ બાર (રબારી) ના દીકરા ધવલ અને આરતીના લગ્ન યોજવામાં આવ્યા હતા. જેમાં અજમલ ભાઈના વેવાઈ જલાભાઇ રણછોડભાઈ રબારી કે જેઓ સુરેન્દ્રનગર ખાતે 80 ફુટ રોડ પર આવેલ સંઘવી પાર્ક માં રહે છે તેમના દીકરા ધરમની જાન આજે હળવદ ખાતે હેલિકોપ્ટરમાં આવી પહોંચતા લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા.

- text

- text