વાંકાનેરના સરતાનપર અને હળવદમાંથી બે બાઈક ચોરાયા

- text


મોરબી : મોરબી જિલ્લામા વાહન ચોર તસ્કરો તરખાટ મચાવી રહયા હોય તેવી સ્થિતિમાં દરરોજ એકાદ બે વાહનો ચોરાઈ રહ્યા છે ત્યારે હળવદ શહેર અને વાંકાનેરના સરતાનપરમાંથી બે બાઈક ચોરાઈ જતા અલગ અલગ બે ફરિયાદ નોંધાઇ છે.

વાહન ચોરીના પ્રથમ કિસ્સામાં હળવદ પટેલ ફળિયામાં રહેતા શકિલભાઈ ઈમ્તિયાઝભાઈ ગીરાણાનું 55 હજારની કિંમતનું સ્પેલન્ડર પલ્સ મોટર સાયકલ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

જ્યારે બીજા કિસ્સામાં વાંકાનેર તાલુકાના સરતાનપર નજીકથી અજાણ્યા તસ્કર સંજયભાઈ ઘનશ્યામભાઈ નાકિયાની માલિકીનું 40 હજારની કિંમતનું બાઈક ચોરી કરી જતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text