હળવદ તાલુકાના રણ વિસ્તારમાં THR અને નાસ્તાનું વિતરણ 

- text


હળવદ: ICDS વિભાગ જિલ્લા પંચાયત મોરબી, ICDS તાલુકા ઓફિસ હળવદ અને અગરિયા હિત રક્ષક મંચ મોરબીના સંયુક્ત ઉપક્રમે હળવદ તાલુકાના રણ વિસ્તારોમાં અગરિયાઓના બાળકો, કિશોરીઓ, સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓ કુપોષિત ન રહે તે માટે બાલ શક્તિ માતૃશક્તિ જેવા THRનું વિતરણ ટીકર રણ આંગણવાડી કાર્યકર્તા બહેનો સાથે આરોગ્ય હેલ્થ વાનના રૂટ પ્લાન મુજબ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આ THR અને નાસ્તા વિતરણ કાર્યક્રમમાં હળવદ તાલુકાના CDPO મમતાબેન, સુપરવાઇઝર લાભુબેન, અગરિયા હિત રક્ષક મંચના મોરબીના જિલ્લા કોર્ડીનેટર મારુતસિંહ બારૈયા, મોબાઇલ હેલ્થ વાનના M.O. પીનલબેન, MPW વિપુલભાઈ, આંગણવાડી કેન્દ્રના કાર્યકર બહેનો બિંદુબેન, રેખાબેન, શાંતીબેન, કુંદનબેન અને હેલ્પર બહેનો હાજર રહ્યા હતા.

ICDSના આંગણવાડી કાર્યકર્તા બહેનો દ્વારા અગરિયાઓના કુલ 50 બાળકો, 25 કિશોરીઓ, 20 ધાત્રીમાતાઓ, 15 સગર્ભા બહેનો મળી કુલ 110 લાભાર્થીઓને THR અને નાસ્તાનું વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્યની મોબાઈલ હેલ્થ વાનના M.O. ડો. પિનલબેન, MPW વિપુલભાઈ દ્વારા અગરિયાઓને આરોગ્ય માટેની દવા, ગોળીઓ આપવામાં આવી હતી.

- text

- text