હળવદના કવાડીયા ગામની શાળાનો 68મો સ્થાપના દિવસ ઉજવાયો

- text


હળવદઃ કવાડીયા પ્રાથમિક શાળાની સ્થાપનાને 68 વર્ષ પૂર્ણ થતાં ગત તારીખ 23 ફેબ્રુઆરીના રોજ શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે બર્થ ડે કેક કાપી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શાળા પરિવાર દ્વારા કવાડીયાનો કલરવ નામના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં બાળકોએ તન,મનથી અવનવા અને આકર્ષક વેશભૂષામાં સજ્જ થઈ વિવિધ ગીતો, ડાન્સ, નાટકો રજૂ કર્યા હતા. ગામના જ મુખ્ય દાતા નારણદાન ગઢવી પરિવાર વતી શાળાના મુખ્ય પ્રવેશદ્વાર માટે 1 લાખ 51 હજાર જેવી માતબર રકમનું દાન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગામ લોકોએ પણ 86 હજાર જેટલી રકમ દાન આપી હતી. આ પ્રસંગે ભૂતપૂર્વ શિક્ષકો અને શાળામાંથી ભણી ગયેલા અને હાલ સરકારી કર્મચારી તરીકે સેવા બજાવે છે તેવા કર્મચારી અને શાળા શરૂ થઈ તે વખતના પ્રથમ વિદ્યાર્થીનું સન્માન શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયે સૌએ ભોજન લીધું હતું.

કવાડીયા શાળાના 68માં સ્થાપના દિન નિમિતે યોજાયેલા કવાડીયાનો કલરવ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જિલ્લાના ડીપીઓ પ્રવીણભાઈ અંબારિયા, શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગરા, ટીપીઓ દીપાબેન બોડા, હળવદ બીઆરસી મિલનભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય હેમાંગભાઈ રાવલ, સીઆરસી ઢવાણા જીતુભાઈ મેરે હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય સુનિલભાઈ મકવાણા તથા તમામ સ્ટાફ ગણે જહેમત ઉઠાવી હતી.

- text

- text