મોરબી તાલુકા સેવાસદનની લોબીમાં આગ લાગતા વાયરિંગ સ્વાહા

- text


કચરો સળગવાવમા જીસ્વાનનું વાયરીગ બળી જતા સરકારી ઓનલાઇન કનેક્ટિવિટી ખોરવાઇ

મોરબી : મોરબીના તાલુકા સેવાસદનના ગ્રાઉન્ડ ફ્લોરની લોબીમાં કચરો સળગાવવામાં આગ લાગતા જીસ્વાનનું વાયરિંગ બળીને ખાખ થઇ જતા અનેક કચેરીઓની ઓનલાઇન કામગીરી ઠપ્પ થઈ જતા કચેરીમાં આવતા અરજદારોને પણ કારણ વગર ધક્કા ખાવાનો વારો આવ્યો હતો.

મોરબીના સામાકાંઠે લાલબાગ પાસે આવેલ તાલુકા સેવાસદનના ગ્રાઉન્ડ ફ્લોરની લોબીમાં શનિ-રવીની રજામાં આગ લાગી હતી. વધુમાં કચેરીની સીડીની નીચે પડેલો કચરો સળગાવતા આ આગ લાગી હોવાનું અને આ આગ લાગવાથી વાયરીગ બળી ગયું હતું જેમાં જીસ્વાન કનેક્ટિવિટીના વાયરો પણ બળી જતા ઓનલાઇન કામગીરી ખોરવાઇ જતા જીએસટી સહિતની સરકારી કચેરીઓમાં આજે પણ જીસ્વાન કનેક્ટિવિટી પૂર્વવર્ત ન થતા કામકાજ ખોરવાય ગયું હતું. જો કે સફાઈ કર્મચારીઓ દ્વારા અહીં કચરાનો યોગ્ય નિકાલ કરવાને બદલે ગ્રાઉન્ડ ફ્લોરમાં વચ્ચે જ કચરો સળગાવી દેતા અવારનવાર આગનાં બનાવો બની રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text

- text