આમા કોલેરા અને ઝાડા ઉલ્ટી જ થાય ! મોરબીમાં નળ વાટે ગટરના પાણીનું વિતરણ

- text


વ્યાપક ફરિયાદો વચ્ચે પાણી પુરવઠા વિભાગ કહે છે કે ક્લોરીનેશનના કારણે વાસ આવતી હોય પણ દૂષિત પાણી નથી

મોરબી : મોરબીમાં ઉનાળાની શરૂઆત થાય તે પહેલાં જ નળના પાણી સાથે ગટર જેવું દુર્ગધ મારતું પાણી આવતા કોલેરા અને ઝાડા ઉલ્ટી જેવા રોગચાળાની દહેશત વચ્ચે સળગતી સમસ્યા સર્જાય છે.ખાસ કરીને નળ વાટે આવતા પીવાના પાણી સાથે ગટરનું પાણી ભળ્યાની ફરિયાદોનો ધોધ વરસ્યો હતો અને મહિલાઓએ પાલિકામાં દૂષિત પાણી વિતરણ મામલે મોરચો માંડ્યો હતો.

મોરબીના સામાકાંઠે આવેલ હરિ પાર્ક સોસાયટી અને આસપાસની શેરીઓની મહિલાઓએ આજે નગરપાલિકામાં ઉભરાતી ગટરનું પાણી પીવાના પાણી સાથે ભળતું હોવાની ગંભીર સમસ્યા રજૂ કરી હતી.આ દૂષિત પાણીની સાથે સફાઈ પ્રશ્ને પણ રજુઆત કરી હતી. જ્યારે શુકવારે પીવાના પાણી સાથે ગટરનું પાણી ભળતું હોવાની 14 ફરિયાદ અને આજે સોમવારે હરિપાર્ક ઉપરાંત, લાતી પ્લોટ, જયરાજ પાર્ક સહિતના વિસ્તારોમાં દુષિત પાણી વિતરણની 15 જેટલી ફરિયાદ પાલિકામાં આવી હતી. આ બાબતે પાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારી હર્ષદભાઈ કંસારાએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગના કહેવા મુજબ ક્લોરીનેશન વધારી દેવામાં આવતા આ ક્લોરીનેશનના કારણે વાસ આવે છે. આ પાણી બીજા દિવસે ઉપયોગમાં લેવામાં આવે તો વાસ પણ આવતી નથી. ક્લોરીનેશનના કારણે આ પાણીમાં ગંધ આવતી હોય બાકી પાણી દૂષિત નથી તેમ તેમણે જણાવ્યું હતું.

- text

- text