ટંકારા તાલુકાના હડમતિયાના તબીબને BSFમાં સર્વોચ્ચ સન્માન એવોર્ડ

- text


મોરબી : ટંકારા તાલુકાના હડમતીયા ગામના વતની અને બોર્ડર સિક્યુરિટી વિંગમાં તબીબી સેવા આપતા ડો. કેયુર મગનભાઈ પટેલને BSFમાં નિષ્ઠા, પ્રમાણિકતા અને પ્રશંસનીય કામગીરી બદલ સર્વોચ્ચ સન્માન રૂપે ડાયરેક્ટર જનરલ કમન્ડેશન રોલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

દેશના સીમાડાઓની સુરક્ષા કરતા બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSFમાં ડોક્ટર તરીકે નિષ્ઠા, પ્રમાણિકતા અને પ્રશંસનીય કામગીરી કરવા બદલ ટંકારા તાલુકાના હડમતીયા ગામના વતની ડો. કેયુર મગનભાઈ પટેલને ભારત સરકાર તરફથીBSFનું સર્વોચ્ચ સન્માન ગણાતા ડાયરેક્ટર જનરલ કમન્ડેશન રોલ એવોર્ડ આપવામાં આવ્યો છે, ગત તા.31ઓક્ટોબરના રોજ કેવડીયા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ-2022માં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડો. કેયુરને આ સન્માન પ્રાપ્ત થયું હતું. ડો. કેયુર પટેલને તેમની બે વર્ષની સર્વિસમાં આ દ્વિતીય ડાયરેક્ટર જનરલ કમન્ડેશન રોલ પ્રાપ્ત થયેલ છે તેમજ તેઓને ઈન્સ્પેક્ટર જનરલ કમન્ડેશન સર્ટિફિકેટ પણ મળ્યું છે.

- text

- text