વાંકાનેરના ઢુંવામા માટીના ઢગલામાં દટાઈ જતા માસૂમ બાળકનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેરના ઢુંવા નજીક આવેલ સિરામિક ફેકટરીમાં રમતા રમતા બાળક માટી ખાતાના હોપર પાસે આવેલા ખાડામા પડી ગયા બાદ માટી નીચે દટાઈ જતા માસૂમ બાળકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

- text

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલ સિગ્નેચર સિરામિક ફેકટરીના માટી ખાતામાં રમી રહેલ કિશન સુનિલભાઈ ગોહેલ ઉ.7 નામનું બાળક રમતા – રમતા માટી ખાતાના હોપર નજીક પહોંચી ખાડામા પડી જતા માટી નીચે દટાઈ જવાથી મિશનની મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text