મોરબીના વાવડી રોડ ઉપરથી દારૂ ભરેલી કાર ઝડપાઇ, આરોપી છનનન

- text


સીટી એ ડિવિઝન પોલીસ ટીમે 2.45 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

મોરબી : મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ મિલન પાર્કમાં આઈ ટવેન્ટી કારમાં વિદેશી દારૂની હેરફેર થઈ રહી હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી 90 બોટલ ભરેલી કાર પકડી પાડી હતી.જો કે, આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ મિયાત્રા અને પોલીસ કોન્સ્ટેબલ ચકુભાઈ કરોતરા તેમજ અરજણભાઈ ગરિયાને બાતમી મળી હતી કે, વાવડી રોડ ઉપર મિલન પાર્કમાં આઈ ટવેન્ટી કારમા વિદેશી દારૂની હેરફેર કરવામાં આવી રહી છે. જેને પગલે ઉપરોક્ત સ્થળે પોલીસ ટીમે દરોડો પાડતા આઈ ટવેન્ટી કાર નંબર જીજે – 05 – RH – 9738માંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 90 બોટલ કિંમત રૂપિયા 45 હજારની જથ્થો મળી આવ્યો હતો.

વધુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મોરબી મહેન્દ્રપરામા રહેતા ધનરાજસિંહ ઉર્ફે ધનરાજ શાંતુભા મકવાણા નામનો આરોપી કારમાં વિદેશી દારૂ લાવ્યો હોવાનું સામે આવતા 45 હજારનો વિદેશી દારૂ, રૂ. 2 લાખની કિંમતની આઈ ટવેન્ટી કાર સહિત 2.45 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દરોડા સમયે હાજર નહિ મળી આવેલા આરોપી ધનરાજસિંહ ઉર્ફે ધનરાજ શાંતુભા મકવાણા વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

આ સફળ કામગીરી સીટી એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.એચ.ભોચિયા, હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ મિયાત્રા, એ.પી.જાડેજા, અને પોલીસ કોન્સ્ટેબલ ચકુભાઈ કરોતરા, સિદ્ધરાજસિંહ જાડેજા, અરજણભાઈ ગરિયા, હિતેશભાઈ ચાવડા તેમજ તેજાભાઈ ગરચર સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી..

- text