મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક જુગાર રમતા ચાર પકડાયા

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન મહેન્દ્રનગર ચોકડી નજીક આવેલ પુજારા ટેલિકોમ પાછળથી જાહેરમાં જુગાર રમી રહેલા હીરાભાઇ બચુભાઇ ધામેચા, મુનાભાઇ ભુપતભાઇ કુરીયા, અફજલ ઇદરીસ સેખ અને રાજેશભાઇ જીવણભાઇ પુરલીયાને તીનપતીનો જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 10,710 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text