નવલખી બંદરે વધુ કોલસો ભરી ઓછું વજન દર્શવાવાનું કૌભાંડ, એક ટ્રક ઝડપાયો

- text


જયદીપ કંપનીના કોલસાના ઢગલાંથી 10 ટન કોલસો વધુ ભરી લેવાતા ટ્રક ચાલક – માલિક વિરુદ્ધ ફરિયાદ

મોરબી : માળીયાના નવલખી બંદરે ઉતરતા વિદેશી કોલસાને કરવા નવતર કીમિયો અજમાવી ટ્રક ચાલકો દ્વારા વે બ્રિજની કાંટા ચિઠીમાં ઘાલમેલ કરવામાં આવતી હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ જયદીપ કંપનીના કોલસાના ઢગલાંથી 10 ટન કોલસો વધુ ભરી લેવાતા આવા જ એક ટ્રકને ઝડપી લઈ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા પોલીસ મથકમાં જયદીપ કંપનીના સુપરવાઈઝર ધર્મેન્દ્રભાઈ બલવીરભાઈ રાઠોડ દ્વારા જીજે 36- ટી – 8180 નંબરના ટ્રક ચાલક અને માલિક વિરુદ્ધ રૂપિયા 90 હજારની કિંમતનો 10.890 મેટ્રિક ટન કોલસો વધુ ભરી ચોરી કરવા મામલે ફરિયાદ નોંધાવી ટ્રકને પોલીસ હવાલે કરવામાં આવ્યો છે.

- text

વધુમાં ફરિયાદમા જણાવાયું છે કે, આરોપી ટ્રક ચાલક દ્વારા વે બ્રિજની વજન ચિઠ્ઠીમા ઘાલમેલ કરી કોલસાનો વધુ વજન ભરી બાદમાં ઓછા વજનની ચિઠ્ઠી રજૂ કરી ગેઇટ પાસ મેળવી લેવામાં આવતો હતો પરંતુ ઉપરોક્ત ટ્રક ચાલક ઉપર શંકા જતા ટ્રક સ્થગિત કરી દેવાયા બાદ ટ્રક ચાલક અને માલિકને આ બાબતે ખુલાસો કરવા જણાવવા છતાં આજદિન સુધી આ બાબતે ખુલાસો ન કરતા અંતે માળીયા પોલીસ મથકને ટ્રક સોપી ટ્રક ચાલક તેમજ મલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text