મોરબીના બાળરોગ નિષ્ણાતની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ચેયરપર્સન તરીકે નિમણૂક

- text


મોરબી : આગામી તારીખ 19 થી 23 ફેબ્રુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં મોરબીના બાળરોગ નિષ્ણાત ડો. મનિષ સનારીયાની ચેયરપર્સન તરીકે નિમણૂક કરવામાં આવી છે.

સમગ્ર વિશ્વમાં તબીબી ક્ષેત્રે અવનવા સંશોધનો દીનપ્રતિદીન થઈ રહ્યા છે ત્યારે તબીબી વિજ્ઞાનની વિવિધ શાખાઓ દ્વારા પોતના કાર્યક્ષેત્રે સમયાંતરે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફોરન્સ યોજવામાં આવે છે. જેમા સમગ્ર વિશ્વના ખ્યાતનામ નિષ્ણાત તબીબો દ્વારા નવતર સંશોધનો તેમજ વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવે છે. ત્યારે આગામી તારીખ 19 થી 23 ફેબ્રુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે ઈન્ટરનેશન પિડીયાટ્રીક એસોશિએશન તેમજ ઈન્ડીયન પિડીયાટ્રીક એસોશિએશન દ્વારા 30th IPA Congress તથા 60th PEDICON 2023નું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફોરન્સમાં મોરબીના બાળરોગ નિષ્ણાત અને સ્પર્શ બાળકોની હોસ્પિટલના ડો. મનિષ સનારીયાની ચેયરપર્સન તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત ડો. મનિષ સનારીયા દ્વારા ”A Rare But Classical & Different Presentation Of Sturge-Weber Syndrome” વિષય પર ઈ-પોસ્ટર રજુ કરવામાં આવશે. તેમજ તેમની રજિસ્ટ્રેશન કમિટીમાં કમિટી મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીના બાળરોગ નિષ્ણાત તબીબ સ્પર્શ બાળકોની હોસ્પિટલના ડો. મનિષભાઈ સનારીયાનાં કાર્યકાળ દરમિયાન AOP મોરબી બ્રાંચે વિવિધ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ મેળવેલા છે. ત્યારે આંતરરાષ્ટ્રીય કોન્ફોરન્સમાં ટોચના સ્થાન પર નિમણૂક પામી તબીબી ક્ષેત્રે મોરબી શહેરની યશ કલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયુ છે. તેમની આ નિમણૂક બદલ ચોમેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

- text