નવલખી બંદરમાંથી 14 લાખના કોલસાની ચોરી

- text


ચાર ટ્રક નંબરના આધારે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ

મોરબી : માળીયાના નવલખી બંદરેથી ખાનગી શીપિંગ કંપનીની બોગસ સ્લીપના આધારે ચાર ટ્રક ચાલકો દ્વારા રૂપિયા 14 લાખના કોલસાની ચોરી કરી જતા માળીયા પોલીસ મથકમાં શિપિંગ કંપનીના કર્મચારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક નંબરના આધારે ફરિયાદ નોંધી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળિયાના નવલખી બંદરે શ્રીજી શિપિંગ કંપની દ્વારા ઉતારવામાં આવતા વિદેશી કોલસામાંથી ટ્રક નંબર -GJ-36-T-940, ટ્રક નંબર- GJ-36-T-8180, ટ્રક નંબર -GJ-12AZ-6755 અને ટ્રક નંબર – GJ-12BY-8780 ના ચાલકો તથા માલીકો દ્વારા બોગસ પાવતી બનાવી રૂપિયા 14 લાખની કિંમતનો વિદેશી કોલસો ચોરી કરવામાં આવતા શ્રીજી કંપનીના જામનગર રહેતા કર્મચારી દિપકકુમાર ગોપાલશંકર પુરોહીત દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text

વધુમાં કંપનીના કર્મચારી દ્વારા કોલસો ચોરી કરનાર ટ્રક ચાલકો તથા માલીકો ઉપરાંત શ્રીજી કંપનની ડુપ્લીકેટ લોડીંગ સ્લીપ બનાવનાર તથા તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા માળીયા પોલીસે આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦બી અને ૩૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text