હળવદ નજીક જુગારની મહેફિલ ઉપર પોલીસ ત્રાટકી : 4 ઝડપાયા, ત્રણે મુઠ્ઠીઓ વાળી

- text


હળવદ પોલીસે 3 બાઈક, મોબાઈલ રોકડ સહિત 87,400નો મુદ્દામાલ કબ્જે કર્યો

હળવદ : હળવદ – રાયસંગપર રોડ ઉપર પીપરાળી સિમ વિસ્તારમાં વોકળા કાંઠે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડતા જુગરીઓમાં નાસભાગ મચી ગઇ હતી અને દરોડા દરમિયાન પોલીસે ચાર જુગારીઓને રંગે હાથ ઝડપી લીધા હતા જો કે, મોકાનો ફાયદો ઉઠાવી ત્રણ જુગારીઓ મુઠ્ઠીઓ વાળી નાસી ગયા હતા.

જુગાર દરોડા અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ – રાયસંગપર રોડ ઉપર પીપરાળી સિમ વિસ્તારમાં વોકળા કાંઠે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડતા જુગાર રમી રહેલ રાજેશભાઈ અમરશીભાઈ એરવાડિયા, જનકભાઈ ગુણવંતરાય પંચોલી, હરેશભાઇ શંકરભાઇ પરેજીયા અને મેહુલ ઉર્ફે મેરો કાળુભાઇ કણઝારીયા ઝડપાઇ ગયા હતા જ્યારે મહેબૂબ ઉર્ફે રેવુ સિપાઈ, ગુલાબ શેખ ઉર્ફે માસ્તર અને ધર્મેન્દ્રભાઈ ચમનભાઈ ગોઠી નામના ત્રણેય જુગારીઓ પોલીસને જોઈ મુઠ્ઠીઓ વાળી નાસી ગયા હતા.

- text

જુગાર અંગેના આ દરોડામાં પોલીસે રોકડા રૂપિયા 12,400, ત્રણ મોટર સાયકલ કિંમત રૂપિયા 70,000 અને એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000 કબ્જે કરી કુલ 87,400નો મુદ્દામાલ કબ્જે કરી સાતેય જુગારીઓ વિરૂદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો દાખલ કરી નાસી છૂટેલા આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

- text