મોરબી સબજેલની મુલાકાત લેતા રેન્જ આઈજી

- text


મોરબી : મોરબી સબજેલની આજે રેન્જ આઈજીએ મુલાકાત લીધી હતી. જો કે જેલની મુલાકાત દરમિયાન કોઈ ગેરરીતિ સામે આવી ન હતી. ઉપરાંત કેદીઓ તરફથી પણ કોઈ ફરિયાદ કરવામાં આવી ન હતી.

મોરબીમાં આજે પોલીસ મહાનિર્દેશક અશોકકુમાર યાદવ (રેન્જ આઇજી) તેમજ મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ મોરબી જિલ્લા પોલીસનું વાર્ષિક પોલીસ ઇન્સ્પેકશન દરમિયાન સબજેલની મુલાકાત લીધી હતી. રેન્જ આઈજીએ જેલનો વહીવટ તથા વ્યવસ્થા, સાફસફાઈની સમીક્ષા કરી આ તમામ કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમજ તમામ કેદીઓની રૂબરૂ મુલાકાત કરી કોઈ રજૂઆત કે ફરિયાદ કરવામાં આવી નથી અને સંતોષ વ્યક્ત કર્યો હતો. આ મુલાકાત દરમિયાન જેલ અધિક્ષક ડી.એમ.ગોહિલ તથા ઇન્ચાર્જ જેલર પી.એમ. ચાવડા હાજર રહ્યા હતા.

- text

- text