મોરબીના રોહિદાસપરાની રેન્જ આઈજીએ મુલાકાત લઈ કાયદાકીય સમજણ આપી

- text


મોરબી : મોરબીમાં આજે વર્ષિક ઇસ્પેકશન માટે આવેલા રેન્જ આઈજીએ મોરબીના રોહિદાસપરામાં ઉઠેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગેની ફરિયાદ સંદર્ભે મુલાકાત કરી હતી અને લોકોને કાયદાકીય સમજણ આપી હતી.

મોરબીમાં પોલીસ મહાનિર્દેશક અશોકકુમાર યાદવ (રેન્જ આઇજી) આજે વર્ષિક ઇસ્પેકશન માટે આવ્યા હતા. ત્યારે શહેરના વોર્ડ નંબર 2માં આવેલ રોહિદાસપરા સહિતના અનુસૂચિત જાતિ સમુદાયના વિસ્તારોમાં અસામાજિક તત્વોની રંજડથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો ભંગ થતો હોવાની સ્થાનિક લોકોએ રેન્જ આઈજીને ફરિયાદ કરી હતી.આ ફરિયાદ અંગે રેન્જ આઈજીએ રોહિદાસપરા સહિતના અનુસૂચિત જાતિ સમુદાયના વિસ્તારોની મુલાકાત લઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. તેમજ લોકોને કાયદાકીય સમજ આપી હતી. આ તકે વોર્ડ નંબર-2ના અગ્રણી મનુભાઈ સારેસા અને સમાજના અગ્રણી ગૌતમભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. રેન્જ આઈજીની સાથે એસપી ત્રિપાઠી, ડીવાયએસપી ઝાલા સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહી આ વિસ્તારના લોકોને કનડગત ન થાય તે માટે જવાબદારો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

- text

- text