હળવદના રાયધ્રા શાળાના આચાર્યએ 348 સૂર્ય નમસ્કાર કરી વિદ્યાર્થીઓ માટે બન્યા પ્રેરણારૂપ

- text


હળવદ : મોરબીમાં યોજાયેલી સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં હળવદના રાયધ્રા પ્રાથમિક શાળાના આચાર્ય રાજેન્દ્રભાઈ વ્યાસ 348 સૂર્ય નમસ્કાર કરીને બીજો નંબર મેળવીને વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યા છે.

મોરબીના ભક્તિ યોગ કેન્દ્ર અને વિનય કરાટે એકેડમી દ્વારા મોરબી ખાતે તારીખ 12 ફેબ્રુઆરીના રોજ સામૂહિક સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200 મી જન્મ જયંતી નિમિત્તે ઓપન ગુજરાત સૂર્ય નમસ્કાર સ્પર્ધા મોરબીના રવાપર ગામ પાસે આવેલા રામોજી ફાર્મમાં યોજાઈ હતી. જેમાં અંદાજે 500 જેટલાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં રાયધ્રા પ્રાથમિક શાળા- હળવદના આચાર્ય વ્યાસ રાજેન્દ્રભાઈ અશોકભાઈએ 348 સૂર્ય નમસ્કાર કરીને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને વિદ્યાર્થીઓને અને સમાજને ફક્ત કહીને નહીં પણ કરી બતાવીને યોગ તેમજ સ્વાસ્થ્યનું મહત્વ સમજાવ્યું હતું તેમજ અન્ય શિક્ષકો માટે પણ‌ પ્રેરણાસ્રોત બને એવી સિદ્ધિ હાંસલ કરી છે.

- text

- text