હળવદના અમરાપર નજીક રેતીના વોશ પ્લાન્ટમાં ડૂબી જતા માતા-પુત્રના મોત

- text


કપડાં ધોવા જતા સર્જાઈ દુર્ઘટના : 24 કલાક બાદ મૃતદેહ મળી આવ્યા

હળવદ : હળવદ તાલુકાના મિયાણી અને અમરાપર વચ્ચે આવેલ રેતીના વોશ પ્લાન્ટમાં રેતી સાફ કરવા માટે બનાવવામાં આવેલી પાણીની હોજમાં માતા પુત્રનું ડૂબી જવાથી મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના મિયાણી અને અમરાપર વચ્ચે આવેલ શિવ શક્તિ ટ્રેડિંગ રેતીના વોશીંગ પ્લાન્ટમાં મુળ છોટાઉદેપુર જિલ્લાના શ્રમિકો કામ કરવા માટે આવ્યા હતા ત્યારે બુધવારે બપોરે અહીં કામ કરતા કુસુમબેન વિક્રમભાઈ તડવી ઉંમર વર્ષ 21 અને તેમનો ત્રણ વર્ષનો દીકરો અર્પણ રેતીના વોસ પ્લાન્ટમાં જ આવેલ પાણીની હોજમાં કપડાં ધોવા માટે ગયા હતા ત્યારે ડૂબી ગયા હતા.

- text

જોકે મોડી સાંજ થવા છતાં પણ આ મા-દીકરો ઘરે પરત ન ફરતા પરિવારજનો અને માલિકો દ્વારા શોધખોળ કરવામાં આવી આવી હતી. તેવામાં કુસુમબેનના ચંપલ પાણીની હોજ પાસેથી મળી આવતા પાણીમાં ડૂબીયા હોવાની આશંકા વચ્ચે હોજનું પાણી ખાલી કરવામાં આવ્યું હતું. જેમાં આજે વહેલી સવારે આ બંને માતા-પુત્રની લાશ હોજમાંથી મળી આવી હતી. બંનેના મૃતદેહને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા. બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી જઈ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.

- text