વાંકાનેર યાર્ડમાં ખેડૂત પેનલમાં કોંગ્રેસના 6 ભાજપના 4 ઉમેદવાર વિજેતા 

- text


કુલ 18 સભ્યો પૈકી 11 સભ્યો કોંગ્રેસના હોવા છતાં ચેરમેન- વાઇસ ચેરમેનની ચૂંટણીમાં નવાજૂનીનાં સંકેત 

વાંકાનેર : વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ આજે ખેડૂત પેનલનું ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જાહેર થયેલ આ પરિણામમાં કુલ 10 સભ્યોમાંથી છ સભ્યો કોંગ્રેસ પ્રેરિત પેનલના અને ચાર સભ્યો ભાજપ પ્રેરિત પેનલના ચૂંટાય આવ્યા છે આમ છતાં બહુમત સભ્ય સંખ્યા ધરાવતી કોંગ્રેસને આગામી ચેરમેન- વાઇસ ચેરમેનની ચૂંટણીમાં રાજકીય પછડાટ આપવા ચક્રો ગતિમાન થયાનું જાણવા મળે છે.

વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચૂંટણી જંગમાં મામલો હાઇકોર્ટમાં પહોંચતા ખેડૂત પેનલની મત ગણતરીમાં કાનૂની અંતરાય આવ્યો હતો જો કે હાઇકોર્ટમાં મામલો પૂર્ણ થતા આજે ખેડૂત પેનલની મતગણતરી હાથ ધરવામાં આવતા કોંગ્રેસના પીરઝાદા શકીલ એહમદ ખુરશીદહૈદર, કડીવાર અબ્દુલરહીમ વલીમામદભાઈ, પરાસરા ગુલામ અમી, શેરસીયા હુસેન આહમદ, શેરસીયા હુસેન માહમદ અને ગોરીયા નાથાભાઈ મનજીભાઈ વિજેતા જાહેર થયા હતાં. જયારે ભાજપના કડીવાર ઇસ્માઈલ ફતેમામદભાઈ, ખોરજીયા યુનુસ અલાવદી, બ્લોચ ગુલમહંમદ ઉમરભાઈ અને શેરસીયા જલાલભાઈ અલીભાઈ સહિત ચાર સભ્ય વિજેતા થયા હતા.

- text

આજના પરિણામો બાદ વાંકાનેર માર્કેટિંગ યાર્ડની સ્થિતિ જોઈએ તો ખેડૂત પેનલના 6, વેપારી પેનલના ચાર અને સંઘ પ્રોસેસિંગમાં એક વિજેતા સભ્ય હોય કુલ 18 પૈકી 11 સભ્યો કોંગ્રેસના છે જેમાંથી વિધાનસભા ચૂંટણી સમયે કોંગ્રેસની વેપારી પેનલમાંથી ચૂંટાઈ આવેલા અશ્વિન મેઘાણી ભાજપમાં જતા રહેતા કોંગ્રેસનું સંખ્યાબળ 11માંથી 10નું થયું છે અને બહુમતી કોંગ્રેસ પાસે હોવા છતાં પણ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી સમયે કોંગ્રેસને કાળ પ્રમાણે વેતરી નાખવા અત્યારથી જ ભાજપના આગેવાનો મહેનતમાં લાગ્યા હોવાનું જાણવા મળે છે.

 

- text