મોરબી બ્રહ્મસમાજ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં જયદિપ ઈલેવન ચેમ્પિયન

- text


મોરબીઃ સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આયોજિત ચાર દિવસીય ઓપન સૌરાષ્ટ્ર ક્રિકેટ ટુર્નામેન્ટ 2023ના રોમાંચક ફાઈનલ મુકાબલામાં જયદિપ ઈલેવનની ટીમ ચેમ્પિયન બની છે.

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા ઓપન સૌરાષ્ટ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન મોરબી-માળિયા હાઇવે ઉપર આવેલ મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ નાગડાવાસ ખાતે કરવામાં આવ્યું હતું. તારીખ 4, 5, 11 અને 12 ફેબ્રુઆરી એમ ચાર દિવસ યોજાયેલી ટુર્નામેન્ટમાં 16 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ગઈકાલે રવિવારે સવારે 2 સેમી ફાઇનલ મેચમાં પ્રથમ મેચ બ્રહ્મપૂરી ઇલેવન અને રૂદ્ર ઇલેવન વચ્ચે યોજાઈ હતી. જેમાં બ્રહ્મપૂરી ઇલેવન વિજેતા થઈ હતી તેમજ બીજી સેમી ફાઇનલ મેચ સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ ઇલેવન અને જયદિપ ઇલેવન વચ્ચે યોજાઈ હતી. જેમાં જયદિપ ઇલેવન વિજેતા થઈ હતી. ત્યારબાદ બપોરે ફાઈનલ મુકાબલો રમાયો હતો. આ દિલધડક અને રોમાંચક મુકાબલામાં જયદિપ ઈલેવન ટીમે બ્રહ્મપુરી ઈલેવનને હરાવી હતી અને ટુર્નામેન્ટ જીતી લીધી હતી.

આ ટુર્નામેન્ટમાં સમસ્ત બ્રહ્મસમાજ મોરબીનાં આમંત્રણને ખાસ માન આપીને મોરબી જિલ્લાના પોલીસ વડા રાહુલ ત્રિપાઠી ખાસ મેચ નિહાળવા માટે હાજર રહ્યા હતા અને ખેલાડીઓને પોતાની આગવી શૈલીમાં ખુબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું. ટુર્નામેન્ટનાં આયોજનમાં પ્રતિકભાઈ જોષી, દીપેનભાઈ ભટ્ટ, સચિનભાઈ વ્યાસ, ધર્મેન્દ્રભાઈ શુક્લ, આર્યનભાઇ ત્રિવેદી વગેરે એ ખુબ જ જહેમત ઉઠાવી હોવાનું સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને મહામંત્રી અમુલભાઈ જોષીની યાદીમાં જણાવાયું હતું.

- text

- text