આગામી તા.20મીએ મોરબી જિલ્લા પંચાયતની બજેટ માટે ખાસ સામાન્ય સભા

- text


નાણાકીય વર્ષ 2023-24નું વાર્ષિક અંદાજપત્ર મંજુર કરવામાં આવશે

મોરબી : મોરબી જિલ્લા પંચાયતના ચાલુ વર્ષનું બજેટ મંજુર કરવા માટે આગામી તા.20મીને સોમવારે ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી છે. જેમાં આ નાણાકીય વર્ષ 2023-24નું વાર્ષિક અંદાજપત્ર મંજુર કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય એજન્ડાઓ પણ મંજુર કરવામાં આવશે.

મોરબી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા જિલ્લા પંચાયતના સભાખંડમાં તા.20ને સોમવારે યોજાશે. જેમાં 15માં નાણાંપંચના વર્ષ 2020થી 2024ના જિલ્લા કક્ષાના 10 ટકાના આયોજનના કામો પૈકી હેતુફેર થયેલા કામોની મંજૂરી, જિલ્લા પંચાયતની વર્ષ 2021ની સ્વંભંડોળની સ્ટેમ્પ ડ્યુટીના રજૂ થયેલા કામોને વહીવટી મંજૂરી, જિલ્લા પંચાયતની વર્ષ 2021-22 રેતી કંકરના હેતુફેર થયેલા કામો અને રેતી કંકરના રજૂ થયેલા કામોને વહીવટી મંજૂરી, જિલ્લા પંચાયતની વર્ષ 2022-23ની સ્વંભંડોળની સ્ટેમ્પ ડ્યુટીના રજૂ થયેલા કામોને વહીવટી મંજૂરી, તેમજ સૌથી અગત્યનું જિલ્લા પંચાયતનું વર્ષ 2023-24નું નવું રજૂ થનાર વાર્ષિક અંદાજપંત્ર મંજુર કરવામાં આવશે. ખાસ કરીને જિલ્લા પંચાયતના બજેટ માટે જ આ મહત્વની બેઠક બોલાવવામાં આવી છે.

- text

- text