14મીએ મોરબીમાં વેલેન્ટાઈન નહીં… વાત્સલ્ય દિવસની ઉજવણી કરશે યંગ ઇન્ડિયા ગ્રુપ

- text


યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વંચિત બાળકોને પ્રેમ આપી જોય રાઈડનો આંનદ આપવમાં આવશે

મોરબી : ૧૪ ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડે, સમગ્ર ભારતમાં પાશ્ચાત્ય સંસ્કૃતિના આ ઉત્સવ પાછળ આંધળી દોટ મૂકી પ્રેમ..પ્રેમ..ના ગીતો ગાવામાં આવે છે ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વેલેન્ટાઈન ડે ને બદલે વાત્સલ્ય દિવસ ઉજવી વંચિત બાળકોને પ્રેમ આપવા જોય રાઈડનો આનંદ કરાવવામાં આવશે.

વાત્સલ્ય દિવસની ઉજવણી અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે પ્રેમની અભિવવ્યક્તિનો ફક્ત એક જ દિવસ હોય ! અમારા પ્રમાણે તો નહીં જ !! ૧૪ ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે…પ્રેમનો દિવસ.. આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ પ્રેમ અને સ્નેહ અને વાત્સલયના સમન્વય તેમજ જેમાં સર્વેનો સમાવેશ કરનારી સંસ્કૃતી… પ્રેમ એટલે પામવું નહિ આપવું

- text

વધુમાં વેલેન્ટાઇન ડે ધિક્કારવા કે શુભેચ્છાઓ પાઠવવા કરતા ખરેખર વાસ્તવિક રૂપમાં વાત્સલય વરસાવીને તેમજ વેલેન્ટાઈન દિવસે માત્ર પ્રેમ નામના શબ્દ વારંવાર બોલવા કરતા તેને સાચા અર્થમાં યથાર્થ કરવા યંગ ઇન્ડિયા ગ્રુપ દવારા વેલેન્ટાઈન દિવસે ને “વાત્સલ્ય દિવસ” તરીકે ને ઉજવીને પછાત વિસ્તારના ગરીબ બાળકો વૈભવી ગાડીઓમાં બેસાડીને શહેર “આનંદની સફર” (જોયરાઇડ) કરાવી સૌથી શ્રેષ્ટ હોટેલમાં જમાડીને ઉજવાનું નક્કી કર્યું છે જેમાં કાલે મંગળવારે સવારે સ્કાયમોલ સનાળા રોડ ખાતેથી જોય રાઈડ પ્રસ્થાન કરશે.

- text