મોરબીમાં આજે ફરી મસીનો ઉપદ્રવ વધતા લોકો પરેશાન

- text


રાયડા સહિતના રવિ પાકની લણણીની મૌસમ શરૂ થતા જ મસી નામની જીવાતનું આક્રમણ

મોરબી : મોરબી શહેરમાં આજે સવારથી ફરી અચાનક મસી નામની જીવાતે તરખાટ મચાવતા રસ્તે ચાલતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને લોકો મોઢા ઉપર માસ્ક-રૂમાલ લગાવી મસીથી બચવા પ્રયાસ કરી રહ્યા છે.

મોરબી શહેરના મોટાભાગના વિસ્તારોમાં આજે સવારથી મસી નામની જીવાત તરખાટ મચાવાનું શરૂ કર્યું છે, મસી નામની જીવાત માર્ગ ઉપર ઉતરી આવતા લોકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ખાસ કરીને વાતાવરણમાં ઉડા-ઉડ કરતી આ મસી નામની જીવંત કપડામાં ચોંટવાની સાથે આંખમાં પડતી હોય વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

- text

હાલમાં રવિ સીઝનના વાવેતરમાં રાયડા સહિતના પાકની હાલમાં લણણીની મૌસમ શરૂ થઈ હોય ખેતીના પાકમાં આશરો મેળવતી આ જીવાંતનો માઈગ્રેશનનો પિરિયડ શરૂ થયો હોય મસી આમથી તેમ ઉડાઉડ કરી રહી હોય લોકોને રસ્તા ઉપર ચાલવું મુશ્કેલ બન્યું છે, જો કે આજે લોકોને ફરી કોરોના કાળ યાદ આવી હતો અને લોકો મોઢા ઉપર માસ્ક તેમજ રૂમાલ બાંધી મસી જીવાતથી બચવા પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

- text