ટંકારામાં સર્વિસ રોડનો ડામર ગાયબ, વાહન ચાલકો પરેશાન

- text


રાજકોટ મોરબી હાઇવેના ઢંગધડા વગરના કામને કારણે ટૂંકાગાળામાં સર્વિસ રોડની ખરાબ હાલત થઈ

ટંકારા : મોરબી રાજકોટ હાઇવેના કામમાં લોટ પાણીને લાકડા જેવી કામગીરી કરતા હાઇવેની હાલત કપરી થઈ ગઈ છે. કોન્ટ્રાકટરોને હાઇવેના કામમાં નરી વેઠ જ ઉતારતા બહુ ટૂંકાગાળામાં ટંકારાના સર્વિસ રોડની ખરાબ હાલત થઈ ગઈ છે.સર્વિસ રોડ ઉપરથી ડામર ગાયબ થઇ જતા ખરાબ થયેલા સર્વિસ રોડ ઉપર ચાલીને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

મોરબી રાજકોટ રોડને ફોરલેન બનાવવામાં જવાબદાર કોન્ટ્રાકટ એજન્સીએ એકદમ ઢંગધડા વગરનું કામ કર્યું છે. એકદમ અણધડ કામગીરી કરતા આ હાઇવેની ટૂંકાગાળામાં જ પોલ ખુલી ગઈ છે. મોરબી રાજકોટ હાઇવે પર ઠેર-ઠેર કોન્ટ્રાકટ એંજન્સીની ઘોર બેદરકારી સામે આવી છે અને રાજકોટ સુધી નવા નક્કોર રોડ ઉપર ગાબડા જ ગાબડા નજરે પડે છે ત્યારે મોરબી રાજકોટ હાઇવે વચ્ચેના ટંકારાના ઓવરબ્રિજ નીચેના સર્વિસ રોડની ખૂબ જ ખરાબ હાલત છે.

ટંકારા શહેરમાંથી પસાર થતા આ સર્વિસ રોડ ઉપર ડામર શોધ્યો પણ ન જડે તેવી સ્થિતિમાં ઠેર- ઠેર ખાડા પડી ગયા છે. સર્વિસ રોડ ઉપર ગાબડા એટલા બધા પહોળા બની ગયા છે કે વાહન ચાલકો થોડી સ્પીડથી પણ નીકળી શકતા નથી. ટૂંકાગાળામાં જ આ સર્વિસ રોડ ચાલવા યોગ્ય રહ્યો નથી. તેથી આ બાબતે સંબધિત તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

- text

- text