બાયબાય ટ્રાફિક ! મોરબી બાયપાસ પ્રોજેક્ટને લીલીઝંડી

- text


નવલખી-મોરબી, માળીયા-પીપળીયાના ફોર લેન યોજના ટૂંક સમયમાં શરૂ

મોરબી ; કેન્દ્ર સરકાર દ્વારા સૌરાષ્ટ્રના ઉદ્યોગોને ધ્યાનમાં રાખી નેશનલ હાઇવે ઓથોરીટીના ચાર પ્રોજેક્ટને અંદાજે રૂ.૨૮૦૦ કરોડના ખર્ચે કરવાની લીલીઝંડી આપવામાં આવી છે અને આ ચારેય પ્રોજેક્ટની પ્રથમ સ્ટેજની મંજૂરી મળી ગઇ છે જ્યારે હાલમાં ડીપીઆર ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ) બનાવવાની પ્રક્રિયા ચાલુ છે. ચોમાસા બાદ ચારેય પ્રોજેક્ટ શરુથઇ જાય તેવી પૂરતી સંભાવના છે. આ ચાર પ્રોજેક્ટમાં મોરબી બાયપાસ, નવલખી રોડ અને માળીયા પીપળીયા રોડનો સમાવેશ થાય છે.

સંદેશ અખબારના અહેવાલના જણાવ્યા મુજબ નવલખી-મોરબીના નવા ૪૨ કિ.મી.ના ફોર લેન હાઇવે પોજેક્ટ મંજુર કરવામાં આવ્યો છે, આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ.૭૦૦ થી ૮૦૦ કરોડ છે. તેમજ આ પ્રોજેકટને પ્રથમ સ્ટેજ માટે મંજૂરી મળી ગઈ છે અને હાલમાં ડીપીઆરની કામગીરી ચાલુ છે. આ પ્રોજેક્ટથી મોરબીના એક્સપોર્ટરોને ખૂબ જ ફાયદો થશે.

- text

આ ઉપરાંત માળીયાથી પીપળીયા સુધીના ૨૮ કિ.મી.ના હાઇવે માટે અંદાજિત ખર્ચ રૂ.૫૦૦ તી ૬૦૦ કરોડનો પ્રોજેક્ટ મંજુર કરાયો છે. આ પ્રોજેક્ટમાં ૩ થી ૪ મહિનામાં ટેન્ડર જ્યારે ચોથો પ્રોજેક્ટ મોરબી બાયપાસ રોડનો છે. રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારીયાના પ્રયાસથી ૩૫ થી ૪૦ કિ.મી.ના મોરબી બાયપાસના પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની લીલીઝંડી મળી છે અને તેનો પણ અંદાજિત ખર્ચ રૂ.૭૦૦ થી ૮૦૦ કરોડ છે. તેમજ તેનો ડીપીઆર ચાલુ છે અને વર્ષના અંત સુધીમાં તેની કામગીરી ચાલુ થઇ જશે. આ બાયપાસથી મોરબીના સીરામીક અને વોલ ઉઘોગને ખુબ જ ફાયદો થશે. તેમજ મોરબીના રહીશોનો પણ ટ્રાફિક સમસ્યામાંથી છૂટકારો થશે.

- text