ઝૂલતાપૂલ કેસમાં બે કોન્ટ્રાકટરની જામીન અરજીનો કાલે નિર્ણય

- text


મોરબી : મોરબી ઝૂલતાપૂલ કેસમાં હાલ જેલહવાલે રહેલા બે કોન્ટ્રાકટરોએ વકીલ મારફત જામીન અરજી કરી હતી. આજે આ જામીન અરજીની કોર્ટમાં મુદત દરમિયાન સુનવણી થયા બાદ આ અંગેનો નિર્ણય આવતીકાલ ઉપર રાખવામાં આવ્યો છે.

મોરબી ઝૂલતાપૂલ કેસમાં અગાઉ નવ આરોપીઓ પકડાયા બાદ ત્રણ મહિના પછી ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરતા પોલીસને તપાસ દરમિયાન ઓરવા કંપનીના એમડી જયસુખ પટેલ સામે પુરાવા મળતા તેમને દસમા અને મુખ્ય આરોપી તરીકે ઉમેરી તેમની સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન કોર્ટમાં તાજેતરમાં જયસુખ પટેલે શરણાગતિ સ્વીકારતા અંતે તેમની ધરપકડ બાદ હાલ તેઓ જેલહવાલે છે. દરમિયાન થોડા સમય પહેલા આ કેસમાં જેલહવાલે રહેલા 9માંથી 7 આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. પણ કોર્ટે આ જામીન અરજી નકારી કાઢી હતી. હવે આ કેસમાં જેલહવાલે રહેલા બે કોન્ટ્રાકટરો પ્રકાશ લાલજીભાઈ પરમાર અને દેવાંગ પ્રકાશભાઈ પરમારેએ પણ કોર્ટમાં જામીન અરજી કરી હોય આજે તેની મુદત દરમિયાન બન્ને પક્ષના વકીલોની દલીલો સાંભળવામાં આવી હતી અને આ જામીન અરજીનો નિર્ણય આવતીકાલે જાહેર કરવાનું કોર્ટે ઠેરવ્યું છે.

- text

- text