મોરબીના શનાળા રોડ ઉપર ડામર ઓગળવા લાગતા ટુ વ્હીલર સ્લીપ થયા

- text


ડામરનું કોટિંગ ચડાવ્યા બાદ ડસ્ટ ઉડી જતા આકરા તડકામાં ડામરના રેગાળા ચાલ્યા, રાહદારીઓને પણ ભારે હાલાકી થઈ

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર નવું ડામરનું પડ ચડાવ્યા બાદ ઉપર નાખેલી ડસ્ટ પણ ઉડી જતા તાપને કારણે આ ડામર ઓગળવા લાગતા ઘણા બાઇકો સ્લીપ થયા હતા. તેમજ રાહદારીઓના પગ પણ ચોંટી ગયાના બનાવો બનતા ભારે હાલાકી ભોગવવી પડી હતી.

મોરબીના શનાળા રોડ ઉપર પાણી ન ભરાય તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફરી એક ડામર રોડની લેયર ચડાવવામાં આવી હતી. આ ડામરનું આખા રોડ ઉપર નવું આવરણ મઢયા બાદ માથે ધૂળની ડસ્ટ નાખવામાં આવી હતી.પરંતુ ધૂળ ઉડી ગયા બાદ આજે તાપ પડતા આ ડામર ઓગળી જતા ત્યાંથી પસાર થતા બાઇકો સ્લીપ ઘયા હતા અને ચાલીને નીકળેલા લોકોના પગ પણ ચોંટી ગયા હતા. આ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું કે, ગતરાત્રે ડામર રોડ બનાવ્યા બાદ માથે ધૂળ વ્યવસ્થિત રીતે નાખી હતી પણ વધુ વાહન વ્યવહારને કારણે ધૂળ ઉખડી જતા ઉપરથી ગરમીને કારણે ડામર ઓગળ્યો હોય હવે લોકોને હાલાકી ન પડે તે માટે ફરીથી ડસ્ટિંગ વ્યવસ્થિત રીતે કરવાની સૂચના આપી દીધી છે.

- text

- text